ફિલ્મ ઇન્ડસ્ટ્રીમા એક્ટર તરીકે શરૂઆત કેવી રીતે કરવી?

(ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમા newcomer એક્ટર તરીકે શરૂઆત કેવી રીતે કરવી?)

 

2015 માં ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસ રીલીઝ થઇ અને આ ફિલ્મે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક ઈતિહાસ રચ્યો, આ ફિલ્મની સફળતા બાદ ફરીથી ગુજરાતી ફિલ્મોનું માર્કેટ શરુ થયું, ઘણી બધી ફિલ્મો બનવા લાગી જેના કારણે ઘણા નવા એક્ટર્સને ફિલ્મોમાં કામ મળવા લાગ્યું, આ ફિલ્મ બાદ યંગ જનરેશનને ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાનો શોખ જાગ્યો. જો તમને પણ એક્ટિંગમાં interest હોય અને તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમા એક એક્ટર તરીકે શરૂઆત કેમ કરવી, તેના માટે શું શું કરવું અને શું ના કરવું તે વિષે જાણીએ.

સૌ પહેલા એ જાણીએ કે ફિલ્મ કેવી રીતે બને છે

Normaly, લોકો શૂટિંગને જ ફિલ્મ માને છે, પણ હકીકતમાં એક ફિલ્મ એ ઘણા બધા phase માં અને અલગ અલગ process માં વહેચાયેલી હોય છે like,

(1). સ્ક્રીપ્ટ રાઇટીંગ (3 થી 6 મહીના)
(2). પ્રી-પ્રોડક્શન (3 થી 4 મહીના)
(3). પ્રોડક્શન - શૂટિંગ (25 થી 40 દિવસ)
(4). પોસ્ટ પ્રોડક્શન - એડીટીંગ અને ડબિંગ (2 થી 3 મહીના)
(5). માર્કેટિંગ અને પ્રમોશન (1 થી 2 મહીના)
(6). પ્રી-રીલીઝ વર્ક (1 મહીનો)
(7). ફિલ્મ રીલીઝ.

એક ફિલ્મ એટલે minimum 1 થી 1.5 વર્ષનો પ્રોજેક્ટ.

ફિલ્મ લાઈનમા આવતા પહેલા તેનું basic knowledge મેળવો

કોઈ પણ ફિલ્ડમાં enter થતા પહેલા સૌ પ્રથમ તે ફિલ્ડનું basic knowledge લેવુ ખુબ જ જરૂરી છે, normally આ ફિલ્ડમાં આવવા માંગનારને ફિલ્મ લાઈન વિષે કોઈ પણ પ્રકારનું knowledge હોતું નથી અને આ લાઈનના કોઈ મોટા contacts પણ હોતા નથી એટલે ફિલ્મ લાઈનમાં કેવી રીતે આગળ વધવું તે વિષે કંઈ ખબર નથી હોતી, માટે એક્ટિંગ ફિલ્ડમાં આવતા પહેલા ફિલ્મ લાઈન અને ફિલ્મમેકિંગની વિષે પુરી information મેળવી લો,

જેવી કે ફિલ્મમેકિંગ/ફિલ્મ ડિરેક્શન એટલે શું? ફિલ્મ કેવી રીતે બને છે? તેમાં ક્યા વ્યક્તિની કઈ responsibility હોય છે? આ થઇ ફિલ્મમેકિંગની basic information. ફિલ્મમેકિંગનું proper knowledge સાથે experience જોઈતો હોય તો તેના માટે સૌથી સારો option એ છે કે કોઈ ડિરેક્ટરના under મા આસિસ્ટન્ટ તરીકે કામ શરુ કરો, જેથી ફિલ્મ લાઈન શું છે? તેમાં કેરીઅર કેવી રીતે બનાવવી? તેનો ખુબ સારો experience મળી શકશે.

આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે એક બે ફિલ્મમાં કામ કર્યા બાદ તમારામાં ફિલ્મ લાઈનનું મોટાભાગનું knowledge આવી ગયું હશે, તમારા contacts પણ સારા થઇ ગયા હશે અને તમે 100% confident બની ગયા હશો, તેના પછી તમને એક્ટર તરીકે કેરીઅર બનાવવામાં વધુ તકલીફ નહી પડે.

ફિલ્મ અને હકીકત

ઘણી બધી ફિલ્મોમાં બતાવ્યું છે કે કોઈ ડિરેક્ટર કોઈ વ્યક્તિને ફક્ત જોઇને જ તેમને ફિલ્મમાં કામ કરવાની ઓફર આપે છે, અને પછી તે વ્યક્તિ થોડા જ ટાઈમમાં સ્ટાર બની જાય છે, પણ હકીકતમાં આવું ક્યારેય પણ થતું નથી, ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિષેની આ સૌથી મોટી misunderstanding છે કે મોટા ભાગના લોકો એવું માનતા હોય છે કે good look હોય તો ફિલ્મમાં કામ કરવાની તક મળી જશે, પણ હકીકત એવી છે કે જો તમારી પાસે કેવી પણ attractive personality હશે, પણ જો તમારી એક્ટિંગ થોડી પણ નબળી હશે તો ફિલ્મ માટે ક્યારેય select નહિ થાવ.

ફિલ્મમાં સૌથી પહેલા એકટરની એક્ટીંગ જોવામાં આવે છે ત્યાર બાદ જ તેનો look જોવામાં આવે છે, માટે એક્ટર તરીકે કેરીઅર શરુ કરતા પહેલા એક્ટિંગ વિષે જરૂરી knowledge અને થોડો ઘણો experience પણ મેળવી લો, કારણકે એક્ટિંગના કોઈપણ પ્રકારના knowledge વગર ફક્ત good look દ્વારા જ ફિલ્મમાં કામ નહિ મળી શકે.

એક્ટર બનાવા patience હોવી સૌથી જરૂરી છે

એક્ટિંગ ફિલ્ડમાં professional કેરીઅર બનાવવા માટે સૌ પહેલા તમારામાં ધીરજ હોવી ખુબ જ જરૂરી છે, કારણ કે અહી કોઈને પણ રાતો રાત બધું મળી જતું નથી. 3, 4 વર્ષ struggle કરવાની તૈયારી હોય તો જ આ ફિલ્ડમાં આવો, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમા એવા ઘણા એક્ટર્સ છે જેમને વર્ષો સુધી struggle કર્યા પછી ફિલ્મોમાં કામ મળ્યું છે, તેનું main reason આ ફિલ્ડમાં competition ખુબ જ છે.

એક્ટિંગની સાથે બીજી કોઈ કેરીઅર-ઓપ્શન પણ સાથે રાખો, જેથી જો એક્ટર તરીકે કેરીઅર બનાવવામાં fail જાવ તો ભવિષ્યમાં વાંધો ના આવે, કારણ કે આ ફિલ્ડમાં આવનાર બધાની કેરીઅર નથી બની શકતી.

શરૂઆત ક્યાંથી કરવી?

14 થી 18 વર્ષની ઉમર એક્ટિંગ કેરીઅર શરુ કરવા માટે best કહેવાય છે, આ ઉમરથી એક્ટિંગ institute થી શરૂઆત કરો, તેના પછી ડ્રામા join કરો તો, 2, 3 વર્ષમાં એક્ટિંગ ખુબ સારી રીતે શીખી શકશો, જો એક્ટિંગ સ્કુલ જોઈન કરી ના શકતા હોવ તો એક્ટિંગ કેરિઅર શરુ કરતા પહેલા 2, 3 ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકેનો અનુભવ મેળવી લો.

એક્ટિંગ કેરિયરની શરૂઆત આસિસ્ટન્ટ ડિરેક્ટરના અનુભવથી કરો

એક્ટિંગ કેરીઅરની શરૂઆત આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કરો જેથી એક્ટિંગ શું છે? ફિલ્મમાં એક્ટર્સ કેવી રીતે એક્ટિંગ કરે છે? ડિરેક્ટર એક્ટર્સ પાસેથી એક્ટિંગ કેવી રીતે કરાવે છે? એક્ટિંગ કરતી વખતે એક્ટર્સને કેવા કેવા problems આવે છે? અને તે solve કેવી રીતે કરે છે? આ બધાનો practical experience મેળવી શકશો અને એક્ટિંગ વિષે પૂરે પૂરું knowledge પણ મેળવી શકશો, આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકેનો અનુભવ મેળવીને ફિલ્મમા એક્ટિંગ માટે tray કરશો તો select થવાના chance ખુબ વધી જશે.

ઘણાને ફક્ત એક્ટિંગમાં જ interest છે, ફિલ્મ કેવી રીતે બંને છે તેના વિષે કંઈ જ જાણવા નથી માંગતા, એક્ટર તરીકે લોંગ ટર્મ કેરીઅર બનાવવા માટે આ એક ખુબ જ મોટી ભૂલ છે. આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યા પછી એક્ટિંગ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ખુબ સારો અનુભવ થઇ ગયો હશે, જે અનુભવ તમને એક્ટિંગ કેરીઅર બનાવવામાં ખુબ કામ લાગશે.

બોલિવૂડના લગભગ દરેક એક્ટર્સને પણ તેમની એક્ટિંગની કેરીઅર આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે જ કરવી પડે છે, સમજી લો કે આસિસ્ટન્ટ ડિરેક્ટર વર્ક એ એક્ટિંગ ફિલ્ડ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમા પ્રવેશવાનો entrance gate છે.

તમે ક્યા પ્રકારના એક્ટરની category માં આવી શકો અને ક્યા પ્રકારના એક્ટર બની શકો

એક્ટર તરીકેની કેરીઅર શરુ કરતા પહેલા એ નક્કી કરો કે તમે ક્યા પ્રકારના એક્ટરની category માં આવી શકો છો? અને ક્યા પ્રકારના એક્ટર બની શકો છો? એક ફિલ્મમાં અલગ અલગ પ્રકારના ઘણા એક્ટર્સ હોઈ શકે છે, જેમકે...

(1). લીડ એક્ટર્સ: લીડ એક્ટર્સ એટલે ફિલ્મના main એક્ટર્સ, જેને આપણે ફિલ્મના હીરો હિરોઈન તરીકે ઓળખીએ છીએ, ફિલ્મની સ્ટોરી તેમની આસપાસ જ લખાયેલ હોય છે.

(2). 2nd લીડ અથવા parallel લીડ: ફિલ્મમાં લીડ પછીનું character એટલે 2nd લીડ અથવા parallel લીડ, ફિલ્મમાં લીડ એક્ટર પછી તેમનું મહત્વ હોય છે.

(3). Supporting એક્ટર્સ: લીડ એક્ટર્સના family members, frends અને ફિલ્મના અન્ય એક્ટર્સ, આ પ્રકારના રોલમાં ઘણી બધી વિવિધતા હોય છે, positive, negative વગેરે વગેરે.

(4). Character રોલ: જેમના ભાગે ફિલ્મના બે, ચાર સીન્સ અને અમુક dialouges આવતા હોય છે.

(5). જુનિયર આર્ટિસ્ટ: મોટાભાગે background માં crowd માં કામ કરનાર એક્ટર્સ, આ પ્રકારના એક્ટર્સના ભાગે dialouge આવતા નથી, પણ ફિલ્મમાં તે જરૂર દેખાય છે.

ફિલ્મમાં ફક્ત હીરો હીરોઇન જ નથી હોતા પણ તેના સિવાય પણ ઘણા બધા એક્ટર્સ હોય છે, આ બધા એક્ટર્સમાંથી તમે ક્યાં પ્રકારના એક્ટર્સની category માં આવી શકો છો તે નક્કી કરો, અને પછી એના માટે tray કરો.

એક્ટર તરીકે કેરિયર શરુ કરવા માટે પોતાનું માર્કેટિંગ જાતે જ કરો

એક્ટર તરીકે કેરિયર સ્ટાર્ટ કરવા હવે તમારો એક સંપૂર્ણ પ્રોફાઈલ બનાવો, જેમ એક જોબ માટે resume મહત્વનું હોય છે તેમ એક્ટર પ્રોફાઈલ પણ એટલી જ મહત્વની છે, અને આ પ્રોફાઈલ બનાવવાની પણ એક professional રીત હોય છે.

જેમાં તમારું નામ, ડેટ ઓફ બર્થ, height, weight, શોખ, અને તમારી પૂરે પૂરી information, જો એક્ટિંગનો અનુભવ હોય તો તેના વિષે details માં લખો, સાથે 15, 20 અલગ અલગ પોઝના ફોટો એડ કરો, આ થઇ તમારી basic profile. આં કરતા પણ સૌથી effective-way એ છે કે પોતાના અલગ અલગ 5, 7 videos બનાવો જેમાં તમે અલગ અલગ પ્રકારના character ની એક્ટિંગ કરતા હોવ, જે  videos દ્વારા તમારી એક્ટિંગ skill દેખાઈ આવે, આ થઇ તમારી complete profile details.

Google ઉપર ડિરેક્ટર અથવા પ્રોડક્શન હાઉસ સર્ચ કરીને તમારી આ profile details WhatsApp ની સાથે સાથે email પણ કરો, email માં આ details લાંબા ટાઇમ સુધી રહેશે. અને જો એ ટાઈમે કોઈ requirement હશે તો તમને contact કરવામાં આવશે અથવા તમને ઓડીશન માટે પણ બોલાવશે.

બિન જરૂરી પ્રશ્નો ના પૂછો

તમારી work profile, email, WhatsApp કર્યા બાદ આ બધાની સાથે એક વાતનું ધ્યાન રાખો, બિન જરૂરી અને વિચિત્ર પ્રશ્નો ક્યારેય ના પૂછો, જેવા કે ઓડિશન વખતે કેટલા fresher તો ફોન પર એવું પૂછે છે કે ઓડિશનમાં મારે શું કરવાનું?”, જો ઓડિશન એટલે શું અને તેમાં શું કરવાનું એ જ ખબર ના હોય તો સૌથી પહેલા ફિલ્મમેકિંગ અને actor selection વિષે basic information મેળવીને આવો (તમે જે ફિલ્ડમાં જવા માંગો છો તેનું પૂરું નહીં તો કમ સે કમ basic knowledge તો હોવું જ જોઈએ, પણ મોટા ભાગના fresher mentality માંથી આવે છે કે swimming competition  જીતવી છે પણ પાણીમાં ઉતરવું કે તરવું નથી.)

Photos/videos send કરી અમુક પૂછે છે “reverd plz” અથવા “Did you check my pics or video?”, selection વિષે જાણવા અમુક પૂછે છે આપણું શું થયું?” અથવા કઈ final કર્યુ?”, અમુક કામ વગરની inquiry કરે છે કે કાસ્ટીંગ થઈ ગયું? શુટિંગ ક્યારે છે?” સામે replay ના આવવાથી કેટલાક અધીરા થઇ MSG પર પૂછે છે “Replay plz”. મિટિંગ માટે અમુકને બોલાવવામાં આવે ત્યારે અમુક એમ કહે છે કે જો મારું selection થવાનું હોય તોજ મળવા આવું, નહિ તો ખોટો ધક્કો પડશે.

જો આવા બિન જરૂરી પ્રશ્નો પૂછશો તો ત્યારે જ reject થઇ જશો, કારણ કે સામેની વ્યક્તિ તમારા આવા MSG થીજ સમજી જશે કે તમે કેટલા immature છો, અને તે વ્યક્તિને એટલો ટાઈમ નહિ હોય કે આવા દરેક વિચિત્ર પ્રશ્નોનો જવાબ પણ આપે, અને આવા પ્રશ્નો પૂછનાર તમે એકલા જ નહીં હોવ એટલે સામેની વ્યક્તિ આવા પ્રશ્નોનો replay આપવાનું ટાળશે જ, 18 થી 22 વર્ષના fresher આવી ભૂલો ખુબ કરે છે જેઓ professionalism વિષે જાણતા નથી હોતા.

Photos/videos send કરો તે સમયે કોઈ requirement હશે, તો સામેથી call આવશે, અને જો requirement નહી હોય અથવા તમારી profile મેચ નહી થતી હોય તો reply નહીં આવે. અથવા જયારે એક્ટર્સની requirement હશે અને જો તમે તેમાં ફીટ બેસતા હશો ત્યારે ઓડીશન અથવા મિટિંગ માટે call આવશે.

ઓડીશન આપતા પહેલા

ફિલ્મમાં selection માટે ઓડીશન આપતા પહેલા એ સમજી લો કે એક્ટિંગ શું છે? છેલ્લો દિવસ ફિલ્મ જોયા પછી ઘણાને ફિલ્મમાં કામ કરવાનો craze જાગ્યો છે, પણ હકીકતમાં એક્ટિંગ એ god gifted thing છે, ફિલ્મમાં કામ કરવાનો શોખ હોવો અને એક્ટિંગનો શોખ એ બંનેમાં ઘણો difference છે, છેલ્લો દિવસ ફિલ્મ રીલીઝ થયા પછી ઘણા છોકરા છોકરીઓને ફિલ્મમાં કામ કરવું છે પણ તેઓ એક્ટિંગનું basic knowledge પણ જાણતા નથી હોતા, એટલે ઓડીશનમાં જાય ત્યાં fail થાય છે.

એક્ટિંગનું basic knowledge જાણ્યા વગર ઓડિશન આપવું એટલે કોઈ પણ જાતની preparation વગર exam માં pass થવાની આશા રાખવી.

સામેથી કામ માંગો

અને આ બધાની સાથે professionally કામ માંગતા પણ રહો, કામ માંગતા ક્યારેય શરમાશો નહિ, જો માંગશો તો કામ મળી પણ શકશે. Facebook પર તમને ગમે તેટલી likes મળતી હશે, friends માં તમે ગમે તેટલા populer હશો, facebook પર બ્યુટીફૂલ, હેન્ડસમ જેવી અનેક comments અને likes વગર માંગ્યે મળતી હશે, પણ તે mentality માંથી બહાર આવી ફિલ્મ માટે તો સામેથી કામ માંગવું જ પડશે.

મિટિંગ દરમ્યાન વધુ પડતી inquiry ના કરો

ફિલ્મ મિટિંગ દરમ્યાન ડિરેક્ટર, પ્રોડ્યૂસરને અમુક પ્રશ્નો ક્યારેય ના પૂછો, આજકાલ આ પ્રશ્ન ખુબ પુછાય છે કે "ફિલ્મનું budget કેટલું છે?" ફિલ્મનું બજેટ એ ડિરેક્ટર અને પ્રોડ્યૂસર વચ્ચેનો વિષય છે, કોઈ ત્રીજા વ્યક્તિને આ સાથે કોઈ લેવા દેવા ના હોવી જોઈએ.

ફિલ્મમાં select થયા પછી અમુક એક્ટર્સ પૂછે છે કે મારો/મારી ફ્રેન્ડને ફિલ્મમાં લેશો?”, select થયા વગર જ અમુક એક્ટર્સ પૂછે છે કે શૂટ ક્યારે છે અથવા “payment કેટલું મળશે?” જ્યાં સુધી તમે ફિલ્મમાં select ના થાવ ત્યાં સુધી payment વિષે ના પૂછો, જો એક્ટર નવો હશે તો તેનું payment ઓછું હશે અને જો અનુભવી હશે તો તેના અનુભવ પ્રમાણે payment હશે.

Payment કેટલું માંગવું?

જયારે તમને કોઈ ફિલ્મમા select કરવામાં આવે અને payment વિશે પૂછવામાં આવે ત્યારે replay આપતા પહેલા એ નક્કી કરજો કે તમારી first priority કઈ છે? ફિલ્મમાં રોલ કે પછી payment? આમ તો આ પ્રશ્ન તમને પૂછવામાં આવશે જ નહિ, કારણ કે એક્ટર પ્રમાણે payment પહેલેથી જ નક્કી કરેલું હોય છે, છતાં પણ જો તમને payment વિશે પૂછવામાં આવે ત્યારે એ વાતનું ધ્યાન રાખજો કે તમે માંગેલ payment એ તમારા reject થવાનું કારણ ના બને.

Payment કેટલું હોવું જોઈએ તે એક્ટરનો experience અને market value, તેની એક્ટિંગ, ઇમેજ અને સૌથી છેલ્લે તે એક્ટરને ફિલ્મમાં લેવાથી ફિલ્મને કેવો અને કેટલો ફાયદો થશે? તે બધા points ઉપર depend કરે છે. એક smart ડિરેક્ટર અને પ્રોડ્યુસર આ બધા points જોઈને એક્ટર્સનું payment નક્કી કરતા હોય છે.

તમારી demand મુજબનું payment ક્યારે મળી શકે?

જો તમે ઘણી હિટ ફિલ્મમાં કામ કર્યું હોય, ફિલ્મ લાઈનમાં તમે ખુબ જ જાણીતા એક્ટર હોવ અને એક એક્ટર તરીકે તમને એક સામાન્ય વ્યક્તિ પણ ઓળખતો હશે તો જ એક્ટર તરીકે તમારી જે પણ fees હશે તે તમને મળી શકશે. નહિ તો તમને જે payment ઓફર થાય તે તમે accept કરો અથવા reject કરો.

Payment અથવા ફિલ્મમાં રોલ, બંનેમાંથી તમારા માટે મહત્વનું શું છે?

જો તમારા માટે ફિલ્મમાં રોલ મહત્વનો હોય અથવા એક્ટર તરીકે fresher હોવ તો ઓછું payment હોય તો પણ ફાયદો છે, અને જો તમારા માટે ફિલ્મના રોલ કરતા payment મહત્વનું હોય અથવા તમે well established એક્ટર હોવ, તો તમે તમારી જરૂરીયાત પ્રમાણે payment માંગી શકો છો. Payment અને એક સારો રોલ આ confused subject ઉપર સિલ્વેસ્ટર સ્ટેલોનનો કિસ્સો સમજવા જેવો છે.

વધુ payment અને એક સારો રોલ, બંનેમાંથી સિલ્વેસ્ટર સ્ટેલોનની choice

સિલ્વેસ્ટર સ્ટેલોન જયારે હોલીવુડમાં એક struggler એક્ટર તરીકે નાના મોટા રોલ કરતા હતા ત્યારે તેમને Rocky (1976) ફિલ્મની સ્ટોરી પોતાને લીડ એક્ટર તરીકે ધ્યાનમાં રાખીને લખી હતી, અને આ સ્ટોરી ઉપરથી ફિલ્મ બનાવવા માટે જયારે તેઓ ફિલ્મ પ્રોડ્યુસર ઇર્વિન વિન્કલર અને રોબર્ટ ચેરટોફેને મળ્યા ત્યારે બંનેને સ્ક્રિપ્ટ ખુબ જ ગમી ગઈ, પણ તેઓ લીડ એક્ટર તરીકે સિલ્વેસ્ટરને બિલકુલ લેવા નહોતા માંગતા.

તેઓએ સિલ્વેસ્ટરને સ્ક્રીપ્ટ વેચવા માટે 2,50,000 ડોલર (લગભગ 1 કરોડ 70 લાખ રૂપિયા) ની ઓફર કરી, પણ સિલ્વેસ્ટર આ ફિલ્મમાં લીડ એક્ટર તરીકે કામ કરવા માંગતા હતા એટલે તેમને આ ઓફર reject કરી, પણ બંને પ્રોડ્યૂસરને ફિલ્મની સ્ક્રિપ્ટમાં ખુબ જ interest હતો, તેમને સ્ક્રિપ્ટ વેચવા માટે ફરી ઓફર કરી, આ વખતે amount હતી 3,50,000 ડોલર (લગભગ 2 કરોડ 60 લાખ રૂપિયા), સિલ્વેસ્ટરે ફરી ના પાડી, તેઓ કોઈ પણ ભોગે ફિલ્મમાં એક્ટર તરીકે જ કામ કરવા માંગતા હતા.

છેલ્લે સિલ્વેસ્ટરને ફક્ત 35,000 ડોલર (25 લાખ રૂપિયા) માં લીડ એકટર અને રાઇટર તરીકે ઓફર કરવામાં આવી, સિલ્વેસ્ટરે આ ઓફર ખુશીથી except કરી, સિલ્વેસ્ટરે 3,50,000 ડોલરમાં ફક્ત રાઇટર તરીકેની ઓફર ઠુકરાવીને ફક્ત 35,000 ડોલરમાં લીડ એક્ટર તરીકે ફિલ્મમાં કામ કર્યું કારણ કે તેમના માટે વધુ payment કરતા એક ફિલ્મમાં લીડ એક્ટર તરીકે કામ કરવું વધુ મહત્વનું હતું,, તેમને હોલીવુડમાં એક્ટર તરીકે પોતાની કેરીઅર બનાવવી હતી.

સૌથી મહત્વની વાત તો હજી બાકી છે, જયારે સ્ટેલોને 3,50,000 ડોલરની ઓફર reject કરી હતી ત્યારે તેમની financial સ્થિતિ ખુબજ ખરાબ હતી, રહેવા માટે ઘર નહતું, અમુક દિવસો તેમને બસ સ્ટેશન પર વિતાવ્યા હતા અને bank balance હતું ફક્ત 106 ડોલર, તેમની પાસે હતું તો એક long time planning, જે હકીકતમાં ખુબ ઓછા પાસે હોય છે (જો તમે આ long time planning સમજી જશો, તો long time success મેળવી શકશો.)

Long time planning & preparation એટલે શું?

કોઈપણ ફિલ્ડમાં સફળ થવા માટે લોંગ ટાઈમે પ્લાનિંગ હોવું જોઈએ, એક્ટર બનવા માટેનું long time planning સાથેની preparation કરો, જેવી કે...

(1) ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિષે પુરે પૂરું જાણો, તેને સમજી લો. (2) ગમે તેમ કરીને તે ફિલ્ડ એન્ટર થાવ, શરૂઆતમાં ઓછા પૈસે કામ કરો (જેથી કામ તો મળી શકે). (3) નાના કામથી શરૂઆત કરો અને તેમાં પોતાનું બેસ્ટ આપો અને વર્કમાં professional બનો. (4) થોડો અનુભવ મેળવો અને સારા contact બનાવો. (5) સારા chance માટે સતત પ્રયત્નો કરતા રહો. (6) સેટ થઇ ગયા પછી થોડું મોટું કામ કરો. (7). અને તેના પછી કોઈ મોટો જમ્પ મારો, અને પછી તમારી demand પ્રમાણે payment માંગો. જો તમે આ રીત સારી રીતે સમજી ગયા હશો તો તમને સફળ થતા કોઈપણ નહીં રોકી શકે.

હવે just વિચારો કે સિલ્વેસ્ટરે લીડ એક્ટર તરીકે કામ કરવા ખુબ મોટી રકમ માંગી હોત તો શું થાત? રોકી ફિલ્મે ઈતિહાસ રચ્યો, 1976 ના વર્ષમાં તે ફિલ્મ હોલીવુડની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ સાબિત થઇ, 1 મિલિયનના બજેટમા બનેલી ફિલ્મે 225 મિલિયનની ક્માણી કરી અને સ્ટેલોને રાતોરાત સ્ટાર બની ગયા, આ ફિલ્મે સિલ્વેસ્ટરની સફળ કેરીઅર બનાવવામાં ખુબ મોટો ભાગ ભજવ્યો છે.

પહેલા ભાગ બાદ આ ફિલ્મના બીજા 5 ભાગ આવ્યા અને દરેક ભાગ સુપર હીટ ગયા. એક effective decision ને એક struggler એકટરની લાઈફ બનાવી, સિલ્વેસ્ટરે એમ જ વિચાર્યું હતું કે પહેલા લીડ એક્ટર તરીકે ફિલ્મમાં કામ કરવું, એક એક્ટર તરીકે establish થવું અને પછી મોટો ચાન્સ મેળવવો અને તે તેમાં સફળ પણ થયા.

અત્યારની ગુજરાતી ફિલ્મોમાં મળતું payment

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે ફિલ્મના budget પ્રમાણે અલગ અલગ payment અપાય છે.

Medium budget ની ફિલ્મોમાં લીડ એક્ટર તરીકે પહેલી ફિલ્મમાં 25,000 થી લઈને વધુમાં વધુ 50,000 જેટલું payment મળે છે, અને સપોર્ટિંગ fresher એક્ટર્સને ફિલ્મમાં જેટલા સીન અથવા જેટલા દિવસો હોય તેટલું payment મળે છે.

ગુજરાતના મોટા ફિલ્મ પ્રોડક્શન હાઉસની good budget ની ફિલ્મોમાં લીડ એક્ટર તરીકે પહેલી ફિલ્મમાં 50,000 થી લઈને વધુ માં વધુ 75,000 જેટલું payment મળે છે. અમુક low budget ફિલ્મોમાં નવા લીડ એક્ટરને 5000 થી 10,000 માં પણ ફિલ્મ ઓફર થાય છે અને આ નવા એક્ટર્સ આટલામાં કામ પણ કરે છે.

અને આ amount થઇ એક્ટર્સની, એક્ટ્રેસીસને એક્ટર્સ કરતા ઘણું બધું ઓછું payment મળે છે, જે ઇન્ડસ્ટ્રીનો એક નિયમ છે. અમુક લોકો કહે છે કે આટલા payment માં કામ કરવું એટલે એક્ટર્સનું શોષણ, તો અમુક એમ પણ કહે છે કે એક ફિલ્મમાં chance મળવો સૌથી જરૂરી છે પૈસા તો કેરીઅર સેટ થઇ ગયા પછી પણ કમાઈ શકાય છે.

તકને ઓળખો અને મળેલી તકનો ફાયદો ઉઠાવો

દરેક વ્યક્તિને ક્યારેકને લાઈફમાં ક્યારેક તક મળતી હોય છે, જેમાંથી મોટા ભાગના વ્યક્તિઓ અમુક તકને ઓળખી શકતા નથી, અમુક તે તકને ઓળખી શકે છે પણ તે તકનો ફાયદો નથી ઉઠાવી શકતા, માટે સૌ પહેલા તો તકને ઓળખતા શીખો, અને ક્યારેક આવી તકો જાતે ઉભી પણ કરો.

For example જો તમે એક ફિલ્મ ડિરેક્ટરને મળો છો ત્યારે તમારા માટે એક સૌથી મોટી તક છે એક ફિલ્મમાં select થવાની, હવે એ તમારા ઉપર depend કરે છે કે તમે ફિલ્મમાં select થાવ છો કે નહિ.

ઘણા એકટર્સને મિટિંગ માટે જયારે બોલાવવામા આવે ત્યારે તેઓ ખુબ late આવે છે, 10 માંથી 5 એક્ટર્સ આવા જ હોય છે. એક્ટિંગ ફિલ્ડ એટલે એક રેસ છે, જો તમને એક ચાન્સ મળ્યો અને તેમાં તમે તમારા તરફથી મોડા પડશો તો તે ચાન્સ કોઈ બીજાના હાથમાં જતો રહેશે. જયારે તમને મિટિંગ માટે બોલાવવામાં આવે છે તે પણ એક તક છે.

તમે જયારે કોઈ ઓડિશનમાં જાઓ છો ત્યારે પણ તમારા માટે એક તક છે એક્ટર તરીકે પોતાને પ્રૂવ કરવાની, જો તમે આ તક નો ફાયદો ઉઠાવી શકશો તો તમે એક ફિલ્મમાં કામ કરી શકશો.

મળેલી તક ગુમાવો નહિ

ફિલ્મમાં select થયા બાદ એક્ટર્સને જયારે તેમની fees વિષે પૂછવામાં આવે ત્યારે હંમેશા તેમને કહેલી amount ખુબ જ મોટી હોય છે. તેઓ એવી જ આશા રાખતા હોય છે કે તેમને વધુમાં વધુ રકમ મળે, ઘણી વાર તેમને કહેલી amount ના કારણે તેઓ એક વાર ફિલ્મમાં select થયા પછી reject થઈને ફિલ્મમાં કામ કરવાની તક ગુમાવે છે.

હવે એક રીતે વિચારીએ કે કોઈ એક્ટર 20, 25 વર્ષની ઉમરમાં 10,000 ઓછા લઈને ફિલ્મમાં કામ કરવાની તક મેળવી શકે છે, પણ 30, 35 માં વર્ષે તે ફિલ્મમાં કામ કરવાની તક નહીં મેળવી શકે, પણ તે 10,000 જરૂર મેળવી શકશો જેના કારણે તેમણે એક ફિલ્મ છોડી હતી, કહેવાનો મતલબ કે life માં અમુક amount તમે ગમે ત્યારે મેળવી શકશો પણ એક સારી ફિલ્મ કે એક સારી તક તમે ગમે ત્યારે નહીં મેળવી શકો.

હકીકત એ છે કે મોટા ભાગના એક્ટર્સ એક સારી તક, એક સારી ફિલ્મ છોડવા તૈયાર છે પણ અમુક amount નહી, કારણ કે તેઓ એવી mentality ધરાવતા હોય છે કે બીજાને આટલા મળે તો મને પણ આટલા તો મળવા જ જોઈએ, વાત ઓછી amount લઈને ફિલ્મમાં કામ કરવાની નથી, પણ તકની છે અને આ એક તક through એક્ટરની કેરીઅર બની શકે છે, અને તેની life change થઇ શકે છે.

તક જયારે હાથમાં હોય ત્યારે તેનું મહત્વ સમજાતું નથી પણ જયારે તક જતી રહે છે ત્યારે તેનું મહત્વ સમજાય છે કે શું ભૂલ કરી?, આપણે દરેકને લાઈફમા ક્યારેક ને ક્યારેક આવી તકો ગુમાવી હોય છે જેનો આપણને લાઈફ ટાઈમ અફસોસ રહેતો હોય છે. માટે લાઈફમાં જયારે કોઈ સારી તક મળે ત્યારે તેને જતી ના કરો પણ જડપી લો, કારણ કે તક વારંવાર મળતી નથી હોતી.

સારા contacts બનાવો અને relation develop કરો

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમા contact વગર કામ મળતુ જ નથી, તમે કોઈ પ્રોફેશનલ ડિરેક્ટર્સ, પ્રોડ્યૂસર્સને જાણતા હોવ તો તેમના  regular contact માં રહો, અને તેમની સાથે long term નો professional relation maintain પણ કરો. ફિલ્મ લાઈનની સૌથી મોટી હકીકત એ છે કે એક એક્ટર તરીકે તમે કેટલા પણ strong કે weak હોવ, પણ એક સારો contact જ તમને એક ફિલ્મમા કામ અપાવી શકે છે, અને contact બનાવવા માટેનો best way છે social media.

અને contact બનાવવાની પણ એક રીત હોય છે, ફક્ત કામ હોય ત્યારે જ contact રાખવો તે રીત ફાયદો કરાવતા કરતા નુકશાન વધુ કરાવે છે.

ફિલ્મમાં select થવા માટે બીજા કરતા હંમેશા કૈક અલગ કરો

એક ફિલ્મમાં સિલેક્ટ થવા માટે બીજા કરતા હંમેશા કૈંક અલગ કરો કારણ કે અહીં competition ખુબ જ છે. એક્ટર બનાવા માટે તમે બીજા કરતા અલગ શું કર્યું અથવા કરો છો? ફક્ત ઓડિશન આપવું અને select થવાની આશા રાખવાથી કામ નહીં મળી શકે,

પોતાના જે જે weak points છે તે દરેકને improve કરો, જ્યાં જરૂર લાગે ત્યાં expert ની સલાહ લો help લો, અત્યારે ઇન્ડસ્ટ્રીમાં ઘણા નવા એક્ટર્સ છે, જેમને કામ તો કરવું છે પણ એ પ્રમાણેની મહેનત નથી કરતા. એક્ટિંગ સ્કૂલમાં admission લેવાથી તમારી એક્ટિંગ થોડી ઘણી improve થઇ શકશે, પણ તેનાથી ફિલ્મમાં કામ કરવાની ગેરેંટી તો નહીં મળે.

એક ફિલ્મમાં select થવું એ એક competition છે, જેમાં તમે એકલાં નથી, આજે ગુજરાતની population 6.5 કરોડ આસપાસ છે, તેમાંથી 1.5 કરોડ 30 વર્ષની નીચેના હશે, ફિલ્મોમાં એક્ટિંગ કરવાનો craze જોતા તે 1.5 કરોડ માંથી 25 લાખને ફિલ્મોમા એક્ટિંગનો ફક્ત શોખ જ હશે, તેમાંથી 5 લાખ serious હશે અને ગુજરાતી ફિલ્મો માટે tray કરવાનું વિચારતા હશે, એટલે ફિલ્મમાં કામ કરવાનો શોખ ધરાવનાર તમે એકલા જ નથી, તમારા જેવા બીજા 5 લાખ છે, એટલે જો તમે બીજા કરતા કૈંક અલગ extraordinary નહી કરો તો long time સુધી chance શોધતા રહેશો.

શોર્ટ ફિલ્મ/વેબ સીરીઝ

જ્યાં સુધી તમારું selection કોઈ ફિલ્મમાં ના થાય ત્યાં સુધી ફક્ત એક્ટિંગનો અનુભવ મેળવવા માટે પ્રોફેશનલ રીતે બનતી શોર્ટ ફિલ્મ અથવા વેબ સીરીઝમા કામ કરી શકો છો. આ અનુભવ તમને કોઈ પ્રોફેશનલ જગ્યાએ કામ નહિ લાગે પણ તેનાથી તમને એક્ટિંગ કરવાનો અનુભવ તો મળી શકશે અને થોડી ઘણી એક્ટિંગ improve પણ થઇ શકશે. એક ફિલ્મમાં કામ કરતા પહેલા આવો અનુભવ હોય તો વધુ સારું, જેથી ફિલ્મ દરમ્યાન વધુ મુશ્કેલી ના પડે.

એક્ટર બનવા P. R. Company ની help લો

એકિટંગ કેરીઅર બનાવવા માટે P. R. કંપનીને પણ hire કરી શકો છો જે તમે એક્ટર બનાવવામાં help કરશે, જે તમને પહેલા check કરશે કે તમે આ ફિલ્ડ માટે કેટલા capable છો? તે પ્રમાણે તમને groom કરશે like, તમારી acting skill, personality development, dressing sense, communication skill વગેરે develop કરશે, તમારી public image strong બનાવશે, તમારો complete makeover કરી, તમને એકદમ confident બનાવી આ ફિલ્ડ માટે complete ready કરી ફિલ્મ લાઈનમાં તમને present કરશે.

બોલીવુડના દરેક એક્ટર્સ આવી P. R. કંપનીઓની help લે છે, જો તમે P. R. કંપની hire ના કરી શકતા હોવ, તો atleast તમને જરૂર પડશે એક mentor ની.

Mentor/godfather બનાવો

આ ફિલ્ડમાં success થવા માટે તમારે એક એવા person ની જરૂર પડશે જે કોઈ પણ expectation વગર તમને દરેક જગ્યાએ help કરે અને તમને guide કરે, જેને આ ફિલ્ડનો સારો અનુભવ હોય, જેના સારા contacts હોય, જ્યાં તમે કઈ કરી ના શકતા હોવ ત્યાં તમને help કરે, આવા વ્યક્તિને mentor/godfather કહેવાય, જેના વગર ફિલ્મ લાઈનમાં success થવું ખુબ જ મુશ્કિલ છે.

બોલીવુડના દરેક નાના કે મોટા દરેક એક્ટર્સને આવા કોઈ mentor/godfather હોય જ છે જેના દ્વારા તેઓ આગળ આવ્યા છે. મોટા ભાગના દરેક એક્ટર્સના mind માં કોઈ ને કોઈ confusion કે પ્રશ્નો હોય જ છે like,

(1). એક્ટિંગનો શોખ છે તો ફિલ્મ લાઈનમાં કેવી રીતે આવવું.
(2). એક્ટિંગનું basic knowledge છે, proper knowledge મેળવવા શું કરવું?
(3). ફિલ્મોમાં કામ મેળવવા શું કરવું?
(4). એક ફિલ્મમાં એક નાનો supporting રોલ મળ્યો, પણ મોટો/લીડ રોલ મેળવવા શું કરવું?
(5). લીડ રોલ મળ્યા પછી હવે future માં પણ લીડ રોલ મળતા રહે એ માટે શું કરવું?
(6). એક વાર success મળી ગઈ, પણ success ટકાવી રાખવા શું કરવું?
(7). આ બધાની વચ્ચે ગમે ત્યારે આવતા problems ને solve કેવી રીતે કરવા?

જો તમારા mind માં પણ આવા questions હોય તો તમારે એક friend, philosofer, teacher, mentor ની જરૂર છે કારણ કે સારા contact અને સાચી guideline વગર ફિલ્મ લાઈનમા success થવું possible જ નથી. Mostly એક્ટર્સમાં talent તો હોય છે પણ તે talent નો use કેવી રીતે કરવો તે તેમને ખબર નથી હોતી, જેના કારણે તેમનું talent waste જાય છે, ત્યારે એક એવા વ્યક્તિની જરૂર પડે છે જે તમને તમારા talent ને guide કરે જેને mentor કહેવાય.

 

 

Rahul Parmar (Director, Castor Motion Pictures)

E-mail: castormotionpictures@gmail.com

(All texts of this article are copyright by Castor Motion Pictures Pvt. Ltd.)

 
 
 
 
           
 
 
 
ગુજરાતી ફિલ્મમા એક્ટર તરીકે શરૂઆત કેવી રીતે કરવી?
(ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમા newcomer એક્ટર તરીકે કેરિયરની શરૂઆત કેવી રીતે કરવી?)
 
 
ફિલ્મમા એક્ટર તરીકે select થયા પછીનુ work અને તેની responsibilities
(ફિલ્મમા એક્ટર તરીકે select થયા પછીની સફર અને તેના ભાગે આવતા કામો અને જવાબદારીઓ)
 
 
ફિલ્મમા એક્ટર તરીકે select થયા પછીનુ work અને તેની responsibilities
(ફિલ્મમા એક્ટર તરીકે select થયા પછીની સફર અને તેના ભાગે આવતા કામો અને જવાબદારીઓ)
 
 

ફિલ્મમા એક્ટર selection કેવી રીતે થાય છે?(ફિલ્મમા એક્ટર્સ selection કરતી વખતે ક્યા ક્યા points જોવામાં આવે છે?)

 
 
Well known અને અનુભવી એક્ટર્સ પણ ફિલ્મના selection મા ક્યારે reject થઇ શકે?
(Perfect એક્ટર્સ પણ ક્યા ક્યા કારણોથી ફિલ્મ માટે reject થઇ શકે છે?)
 
 
આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે ફિલ્મ લાઈનમા આસાનીથી એન્ટ્રી મેળવો
(ફિલ્મ લાઈનમા એકટિંગ કેરીઅરની શરૂઆત આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કરો)
 
 
ડેનિયલ ડે લેવિસ - દુનિયાના દરેક એક્ટર્સે શીખવા જેવો એક્ટર
(એક્ટર બનવા માંગનાર વ્યક્તિએ એક્ટિંગ શું છે તે જાણવું હોય તો પહેલા ડેનિયલને જાણો)
 
 
ફિલ્મ એક્ટર્સ અને એક્ટ્રેસીસની real લાઈફ
(એક્ટર્સ અને એક્ટ્રેસીસની પરદા પાછળની real લાઈફ, તેમનો સંઘર્ષ અને તેમની હકીકતો)
 
 
એક્ટર્સના 7 પ્રકાર
(ફિલ્મ લાઈનમા અનેક પ્રકારના એક્ટર્સ હોય છે, તેમાથી તમે ક્યાં પ્રકારના એક્ટર છો?)
 
 
ફિલ્મ લાઈનમા એક્ટિંગ સિવાયના બીજા કેરીઅર ઓપ્શન
(ફિલ્મ લાઈનમાં એક્ટિંગ સિવાય ક્યા ડિપાર્ટમેન્ટમા કેરીઅર બનાવી શકાય?)
 
 
ફિલ્મ ડિરેક્ટરની Qualities & Skills
(એક perfect ડિરેક્ટર કેવો હોવો જોઈએ? તેનામાં કઈ કઈ qualities & skills હોવી જોઈએ?)
 
 
ડિરેક્ટર તરીકે first ફિલ્મ ડિરેક્ટ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમા રાખવી
(First ફિલ્મ ડિરેક્ટ કરતી વખતે professionally અને personally કઈ કઈ બાબતો ધ્યાનમા રાખવી)
 
 
ફિલ્મ ડિરેક્શનના Main 5 Elements
(ડિરેક્શન લેવલે એક strong ફિલ્મ બનાવવા ક્યા ક્યા elements ની જરૂર પડે છે?)
 
 
સ્ક્રિપ્ટ રાઈટીંગ
(સ્ક્રિપ્ટ રાઈટીંગ મેથડ, ફિલ્મની સ્ક્રિપ્ટ કેવી રીતે બનવી જોઈએ?)
 
 
Scene Presentation
(ફિલ્મના અલગ અલગ સીનને કઈ કઈ રીતે present કરી શકાય? ફિલ્મમા ક્યા ક્યા સીન્સ હોવા જોઈએ?)
 
 
Story/Screen Presentation
(ફિલ્મ/સ્ટોરીને ક્યા test, ક્યા flavor અને કેવી treatment દ્વારા present કરી શકાય?)
 
 
દરેક એક્ટરે સમજવવા જેવા કેમેરા શોટ્સ, ટેકનીક્સ અને તેનું મહત્વ
(અલગ અલગ સીન્સને ક્યા ક્યા શોટ્સમાં અને ક્યાં vision થી શૂટ કરી શકાય?)
 
 
Complete ફિલ્મમેકિંગ Process
(એક commercial ગુજરાતી ફિલ્મ કેવી રીતે બને છે)
 
 
છેલ્લો દિવસ ફિલ્મનો અનુભવ
(સૌથી વધુ ગુજરાતી audience દ્વારા જોવાયેલ ગુજરાતી ફિલ્મ)
 
 

Person, Designation & Responsibility

 

Today's Gujarati films & actors

 

Highest grossing Hollywood and Bollywood movies

 
Copyright © 2015-2018. Castor Motion Pictures Pvt. Ltd. All right reserved

Website developed by: MARVELINFOMATICS.COM 

Facebook Become Fan
       
Youtube Subscribe